જીવન-ઝરમર

જીવન-ઝરમરસાહિત્યજીવન

1896 જન્મઃ 28 ઑગસ્ટ, ચોટીલા (સુરેન્દ્રનગર જિલ્લો).
1912 અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસૉફીનાં સંસ્કારબીજ વવાયાં.
1917 1913માં જૂનાગઢમાં આરંભેલું કૉલેજશિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં પૂરું કરી બી.એ. થયા. ત્યાં જ સનાતન ધર્મ હાઇસ્કૂલમાં શિક્ષક થયા.
1918 કૌટુંબિક કારણે કલકત્તા જવાનું થયું, શિક્ષકગીરી અને એમ.એ.નો અભ્યાસ રઝળ્યાં. ઍલ્યુમિનિયમના કારખાનામાં નોકરી લીધી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભ્યાં. પહેલવહેલું ગીત 'દીવડો ઝાંખો બળે' રચ્યું.
1921 વતનનો 'દુર્નિવાર સાદ' સાંભળી કલકત્તા છોડી કાઠિયાવાડ પાછા ફર્યા.
1922 રાણપુરથી પ્રગટ થતા શ્રી અમૃતલાલ શેઠના નવા અઠવાડિક 'સૌરાષ્ટ્ર'માં બે-ત્રણ લેખો મોકલ્યા, તંત્રી-મંડળમાં સ્થાન પામ્યા અને પત્રકારત્ત્વની કામગીરીનો આરંભ કર્યો. ટાગોરના 'કોથા ઓ કાહિની'નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ 'કુરબાનીની કથાઓ' આપી લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું. લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે 'ડોશીમાની વાતો' પુસ્તક બહાર પડ્યું.
1923 'સૌરાષ્ટ્રની રસધાર'નો પહેલો ભાગ બહાર પડ્યો અને લેખક તરીકે જાણીતા થયા. લોકસાહિત્યનાં સંશોધન-સંપાદન જીવન-ઉપાસના બન્યાં. 1927 સુધીમાં 'રસધાર'ના પાંચ ભાગ પૂરા થયા.
1928-29 બાલ, કિશોર અને નારી ભાવોને ઝીલતાં, પોતે 'પ્રિયતર' ગણેલાં ગીતોના સંગ્રહો 'વેણીનાં ફૂલ' અને 'કિલ્લોલ' આપ્યા.
1929 લોકસાહિત્યના સંશોધનકાર્ય માટે સર્વપ્રથમ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત થયો. જ્ઞાનપ્રસારક મંડળીના ઉપક્રમે મુંબઈમાં લોકસાહિત્ય વિશે છ વ્યાખ્યાનો આપ્યાં.
1930 સત્યાગ્રહ-સંગ્રામ નિમિત્તે રચેલાં શૌર્યગીતોનો સંગ્રહ 'સિંધુડો' બહાર પડ્યો અને સરકારે જપ્ત કર્યો. તેની સેંકડો હસ્તલિખિત કાનૂન-ભંગ નકલો લોકોમાં પહોંચી વળી. રાજદ્રોહના આરોપસર બે વરસના કારાવાસની સજા થઈ. અદાલતમાં 'છેલ્લી પ્રાર્થના' ગીત ગાયું ત્યારે ન્યાયાધીશ સહિત સેંકડોની આંખો ભીની થઈ. સાબરમતી જેલમાં પ્રસિદ્ધ ગીત 'કોઈનો લાડકવાયો' રચાયું, બદલી પામતા કેદીઓ મારફત બીજી જેલોમાં અને છૂટનારાઓ મારફત બહારની પ્રજામાં એ જોતજોતામાં પ્રસર્યું અને લોકજીભે વસી ગયું. ગાંધી-અર્વિન કરારને પરિણામે માર્ચ 1931માં જેલમાંથી છૂટ્યા.
1931 ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું 'છેલ્લો કટોરો' કાવ્ય લખ્યું એ જોઈને ગાંધીજીએ કહ્યું કે "મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે." હવે પછી 'રાષ્ટ્રીય શાયર' તરીકે ઓળખાયા.
1934 મુંબઈમાં શરૂ થયેલા નવા દૈનિક 'જન્મભૂમિ'ના સંપાદક-મંડળમાં જોડાયા. ટાગોર સાથેના મિલન દરમ્યાન સૌરાષ્ટ્રના લોકસાહિત્યની પ્રસાદી સાંભળી કવિવરે શાંતિનિકેતન આવવા આમંત્રણ આપ્યું.
1936 'જન્મભૂમિ' છોડીને સૌરાષ્ટ્રમાં 'ફૂલછાબ' અઠવાડિકના તંત્રીપદે આવ્યા. પત્રકારત્વમાં નવી ભાત પાડી.
1941 શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશેનાં એમનાં વ્યાખ્યાનોએ દેશવિદેશના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા.
1942 સૂરતમાં 'લોકસાહિત્યઃ પગદંડીનો પંથ' એ જાણીતું વ્યાખ્યાન આપ્યું. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ચારણો અને ચારણી સાહિત્ય વિશે વ્યાખ્યાનો આપ્યાં.
1943 મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્ય વિશેનાં પ્રસિદ્ધ વ્યાખ્યાનો આપ્યાં. વ્યાખ્યાનખંડ નાનો પડ્યો, બહાર બગીચામાં શ્રોતાઓની ભીડ બેકાબુ બની.
1945 'ફૂલછાબના તંત્રીપદેથી મુક્ત થઈ 23 વરસના પત્રકારજીવનમાંથી નિવૃ્ત્તિ લીધી. ટાગોરનાં કાવ્યોની અનુકૃતિઓનો સંગ્રહ 'રવીન્દ્ર-વીણા' પ્રગટ થયો. ગુજરાતમાં પરિભ્રમણો આદર્યાં. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક 'માણસાઈના દીવા' લખ્યું.
1946 ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. 'માણસાઈના દીવા'ને વરસની ઉત્તમ કૃતિ તરીકે 'મહીડા પારિતોષિક'નું ગૌરવદાન મળ્યું.
1947 ભજન-સાહિત્યના સંશોધનનું પુસ્તક 'સોરઠી સંતવાણી' પૂરું કર્યું. 'કાળચક્ર' નવલકથા લખાતી હતી એને અધૂરી મુકીને 9મી માર્ચે હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો.


કુટુંબ

પિતા કાળીદાસ માતા ધોળી
ઝવેરચંદ
(1896-1947)
પત્ની દમયંતી
(?-1933)
પત્ની ચિત્રાદેવી
(1910-74)
મહેંદ્ર
(1923-)
વિનોદ
(1935-2009)
ઇંદુ
(1928-)
જયંત
(1938-)
મસ્તાન
(1931-)
પદ્મલા
(1940-)
નાનક
(1931-2014)
અશોક
(1943-)
મુરલી
(1944-)
 Page Title

પ્રતિભાવો 2017-04-21 --- Arti
Pranam,

Great Tribute to the legend. It would add to the glory if you create an option of buying the books from this website. Please also consider creating an ebook or a kindle version of the same.

Thank You


2017-02-18 --- chetanbhai arjunbhai bhoye
very good collection
thanks your work.


2017-02-17 --- varta


2017-02-15 --- vaghela umeshbhai dungarshibha
ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સૌ પ્રથમ સંશોધક અને સંપાદક તરીકે કોણ જાણીતું છે. (A)-PITAMBAR PATEL (B)-KISHANSIH CHAVDA (C)JAVERCHAND MEGHANI (D)JORAVARSINH JADAV
આમાં કયો જવાબ આવે
મો-૮૧૫૪૮૫૮૭૩૧


2017-01-29 --- parbat bharvad.
zhaverchand meghani mahan hata temnu saahity vaachta vaachta teo sumksh ubha rahi ne kaheta hoy tevu lage che.....jay nav nath.. jay sorthi sunto ..jay girnar.......

2016-12-20 --- ભૉવર આશિષકુમાર
આપની આ માહિતી આપતી website માટે આપનો ખુબ આભારવશ છું. ઝવેરચંદ મેઘાણી ના
અવાજમાં તેમના ગાયેલાં ગીતૉ નો સગર્હ એ ખુબ જ સરસ છે. ..


2016-11-08 --- kiran
Best...

2016-09-22 --- Parmar ajendrasinh
Jay hind jay bharat

Mara taraf thi "rastiy sayar ne salut"


2016-08-30 --- Tarun Mehta
Oops! I just realized you already have a vehivle for personal notes! Again, great job Ashokbhai.

2016-08-30 --- Tarun Mehta
After a memorable evening of Meghani-120 program @ TV Asia last Sunday, I learned about Meghani.com website ... Superb job Ashok Bhai .. I suggest you add a section where folks who were touched directly or tangentially by this great soul (Navin Mehta & Rahul Shukla for example) can add their personal Notes.