Tributes to Jhaverchand Meghani

અંજલિઓ
Time alone can be the true touchstone of art in the last resort, but there is not a shadow of doubt that Meghani will live as long as man continues to love man and Mother Earth. Rich it is to die as he died, clad in the glory of love and approbation; and who can say he is dead? But, Gujarat's grief is a mother's grief for the loss of a son whose pen was her pride, whose life was her joy.


--- C.M. Shukla
કાલગ્રાસ બની ભુલાઈ જાત તે લોકસાહિત્યને ખોળી-મેળવીને ગ્રંથસ્થ કર્યું, અનેક સ્થળે તેને ગાઈ સંભળાવ્યું અને રસદર્શી પરિચયો લખીને તેની સાહિત્યિક કિંમત સાહિત્યરસિકોને સમજાવી, એ મેઘાણીની સેવાને ગુજરાત કદી ભૂલશે નહીં.


--- અનંતરાય મ. રાવળ
લોકમાનસ, લોકજીવન અને લોકસાહિત્યની એકાગ્ર નિષ્ઠાથી ભક્તિ કરનાર શ્રી ઝવેરચંદ મેઘાણીનો જોટો ગુજરાતમાં જ શું, હિંદુસ્તાનમાં મળવો મુશ્કેલ છે. ઝવેરચંદભાઈની તોલે આવે એવી સેવા લોકસાહિત્યને ફાળે હજી બીજે ક્યાંય આવી નથી. બુલંદ અવાજ, બુલંદ ભાવના અને બુલંદ પ્રવૃત્તિ તે ઝવેરચંદ મેઘાણી. લોકસાહિત્યની સેવામાંથી એમને ચળાવવા કોઈ સમર્થ નીવડ્યું નહિ. એમણે લોકસાહિત્ય, લોકગીત અને લોકસંગીતની સેવા કરવા પૂરતી જ જીવનસિદ્ધિ કેળવી હતી. બાકી બધાં સંકલ્પો અને મુરાદો એમણે ગૌણ કર્યાં. શરીર ટક્યું ત્યાં સુધી સેવા કરી અને ઉપવનમાંથી દ્વિજરાજ ઊડી જાય તેમ આપણી વચ્ચેથી તેઓ ઊડી ગયા.

ઝવેરચંદભાઈ મેઘાણી જેવા એકનિષ્ઠ સેવક કોઈ ભાષાને મળે એ તે ભાષાનું અને તે જમાનાનું અસાધારણ ભાગ્ય જ છે. મેં કહ્યું છે કે મેઘાણીની અમુક કૃતિઓ વિશ્વસાહિત્યમાં સ્થાન પામશે, એમાં જરાય અતિશયોક્તિ નથી કેમ કે એમની એ પ્રવૃત્તિમાં ઉત્કટતા, એકાગ્રતા અને પારમાર્થિકતા ટીપીટીપીને ભરેલાં છે.


--- કાકા કાલેલકર
...
મેઘાણીમાં નમ્રતા પણ એટલી જ હતી. પોતાની ભૂલ થાય તો મુક્તકંઠે એકરાર કરતા. એ ખુશ થાય તો બારે મેઘ વરસતા અને નાખુશ થાય તો ઝંઝાવાત જાગી ઊઠતા. પરંતુ એમની સચ્ચાઈમાં કદિયે ઉણપ આવતી નહીં. આરંભથી અંત સુધી પોતાની કલમને વફાદાર રહ્યા. રાગદ્વેષથી એમની કલમ ખરડાઈ નહીં. જિંદગીનાં અનેક ઝેર પીધાં, પણ એમની જહાંગીરી અને એમની ખુમારી એવીને એવી જ રહી. સાહિત્યનાં ઘણાં ક્ષેત્રોમાં એમણે સફર કરી. કવિએ નિજનાં આંસુ સીંચી સાહિત્ય સર્જ્યું.

ગુજરાતનાં ધરતીનાં પડ ઉખેડવાની એમની આરઝુ અધુરી રહી, ગુજરાતની નદીઓને લડાવવાની એમની ઇચ્છા વણછીપી રહી. ચરોતરની કુંજો અને મહીની ભેખડોની ગાથા ગાવાની અધૂરી રહી ગઈ. નર્મદાના તીરે તીરે ઘૂમી વળીને ગુર્જર સંસ્કૃતિને ખોળીને ઉપસાવવાનાં અરમાન અધૂરાં રહ્યાં.

માત્ર શેષ રહી એ શબ્દશિલ્પી, સૂરશિલ્પી, આત્મશિલ્પીની ચિરંજીવ સ્મૃતિઓ.


--- કુમારપાળ દેસાઈ
મેઘાણીએ શબ્દની મશાલે પોતાના યુગના સંસ્કારજીવનના વિવિધ ખંડોને ઉજાળવાનું યુગકર્તવ્ય અદા કર્યું. ગાંધીજીએ જો સત્યાગ્રહને મોરચેથી પોતાનું યુગકર્તવ્ય અદા કર્યું તો મેઘાણીએ સાહિત્યના - કવિતાના મોરચેથી. બંનેને ઉત્સાહ હતો માનવતાનો ચહેરો પ્રસન્નતાથી ખીલવવાનો. ગાંધીજીએ યુગપ્રવર્તકની રીતે એ કામ કર્યું, મેઘાણીએ યુગપ્રકાશકની રીતે. મેઘાણીની કવિતા વિનાનો ગાંધીયુગ કલ્પવાનું તેમ ગાંધીયુગ વિનાના મેઘાણીને કલ્પવાનું આજે મનને જરાયે ગમતું નથી. જે યુગે મેઘાણીને ઉછેર્યા-મહોરાવ્યા એ યુગને મેઘાણીએ વિનીતભાવે ઉપાસ્યો અને એ ઉપાસનામાં કવિતાને યોજતાં તેમણે ધરવ ને ધન્યતા અનુભવ્યાં.


--- ચંદ્રકાંત શેઠ
સર્જકમાત્ર સ્વભાવથી જ બળવાખોર હોય, સાત્ત્વિક અર્થમાં વિદ્રોહી હોય. મેઘાણીએ પોતાના યુગની વંદના કરી ખરી, પણ સાથે સાથે, ...કેટલીય દાંભિકતાઓ ને ચશમપોશીઓ સામે પડકાર કરેલો. જીવન ને સાહિત્યમાં જોવા મળેલી પુષ્કળ બુવાગીરીઓ અને તાનાશાહીઓ સામે વિદ્રોહ પોકારી જાણેલો. આમ, વ્યાપક્પણે એમની યુગવંદના પણ વિવેકયુક્ત હતી એમ કહી શકાય.


--- ચુનીલાલ મડિયા
મેઘાણીનાં જીવન અને કાર્યનું, એની મહત્તા અને મહાનતાનું રહસ્ય શું હશે? પ્રેમ. લોકો પ્રત્યેનો પ્રેમ, લોકોના સાહિત્ય પ્રત્યેનો પ્રેમ. મેઘાણી પાસે લોકસાહિત્યના સંશોધન માટે કોઈ શાસ્ત્ર કે વિજ્ઞાન ન હતું -- હતો કેવળ પ્રેમ. મેઘાણીએ પ્રગતિવાદ વિશેના એમના વિવેચનમાં નોંધ્યું છે તેમ, આપણા યુગમાં 'લોક' અને 'સાહિત્ય' બંને શબ્દો ભ્રષ્ટ થયા છે. 'લોક'ને જ નામે લોકનું અને 'સાહિત્ય'ને જ નામે સાહિત્યનું શોષણ થયું છે. શોષણનો આ ચતુરમાં ચતુર પ્રકાર છે. હોઠે 'લોક' અને 'સાહિત્ય'નું નામ અને હૈયે ધનની લોલુપતા, સત્તાની લાલસા, કીર્તિની લિપ્સા - જગતની રંગભૂમિ પર યુગે યુગે આવા અનેક નટો, નાયકો, લોકનાયકો લોક અને સાહિત્ય પ્રત્યેના પ્રેમનું મહોરું પહેરીને આવે છે અને જાય છે. પણ પ્રજા એમને પલકવારમાં પામી જાય છે. અને એમને ધન આપીને રીઝવે છે, સત્તા આપીને પટાવે છે, કીર્તિ આપીને ફોસલાવે છે - પણ પ્રેમ આપતી નથી. પ્રજા પ્રેમ તો કોઈ વિરલા ને જ આપે છે. જે પ્રેમ આપે છે, માત્ર તે જ પ્રેમ પામે છે.

અહીં આ ક્ષણે મેઘાણીનો સાદ સંભળાય છેઃ "ગુજરાત તો મારા કલેજામાં છે." અને જોઉં છું તો મેઘાણી ગુજરાતના કલેજામાં છે. સાથે અન્ય બે મહા આત્માઓ છે. ડાબી બાજુ પર ગાંધીજી અને જમણી બાજુ પર ન્હાનાલાલ, વચમાં મેઘાણી છે. ગાંધીજી એટલે લોક, ન્હાનાલાલ એટલે સાહિત્ય, મેઘાણી એટલે 'લોકસાહિત્ય'. આ ત્રણ મનુષ્યોએ ગુજરાતને જેટલો પ્રેમ આપ્યો છે, એટલો અન્ય કોઈ મનુષ્યે આપ્યો નથી. એમણે એમના મૃત્યુમય, કરુણતમ અંગત જીવનમાંથી જગતને પ્રેમનું અમૃત અર્પણ કર્યું છે. અને એથી જ ગુજરાતે ગાંધીજી, ન્હાનાલાલ અને મેઘાણીને જેટલો પ્રેમ આપ્યો છે એટલો અન્ય કોઈ મનુષ્યને આપ્યો નથી.


--- નિરંજન ભગત
મેઘાણીનાં પુસ્તકોમાંથી આખેઆખાં મેં ત્રણ જ સાંભળ્યાં છે. 'વેવિશાળ', 'પ્રભુ પધાર્યા' અને 'માણસાઈના દીવા', છેલ્લે મહીડા ચંદ્રક વખતનું પ્રવચન, રાજકોટની સાહિત્ય સભામાં પ્રમુખ તરીકેનું ભાષણ અને 'સંસ્કૃતિ'માંનો 'લોકકવિતાનો પારસમણિ' લેખ : આટલા અલ્પ વાચન અને અતિ અલ્પ પરિચયે મારા મન ઉપર ઊંડામાં ઊંડી છાપ એક જ પાડી છે કે મેઘાણી બીજું બધું હોય કે નહિ પણ એમનામાં જે સમભાવી તત્ત્વ છે, નિર્ભય નિરૂપણશક્તિ છતાં નિષ્પક્ષતા સાચવવાની શક્તિ છે તે ભાગ્યે જ બીજા કોઈ એવા સમર્થ કવિ, ગાયક કે લેખકમાં હશે. તેઓ બીજા કેટલાક મહાન લેખકો ને સાહિત્ય સ્રષ્ટાઓની પેઠે વાડાબંધીમાં નહિ ફસાતાં તેથી પર હતા. પ્રમાણમાં તેઓ દોષ પકડી કાઢતા તેટલા જ પ્રમાણમાં તેઓ ગુણને પણ પકડી કાઢી તેનું નિરૂપણ કરતા. કવિ કે લેખક જ્યારે આવેશ કે 'अहमेवास्मि'માં તણાઈ જાય છે ત્યારે સરવાળે પોતાને અને પોતાની પાછળની પેઢીને એક ચેપી રોગમાં જ સપડાવે છે. મેઘાણી બિલકુલ એવા રોગથી પર હતા એવી મારા મન પર અમીટ છાપ પડી છે.


--- પંડિત સુખલાલજી
ભાઈ મેઘાણી કરતાં વધારે ઊંચી કક્ષાનો કવિ મળશે, નવલકથાકાર મળશે, વિવેચક મળશે, પત્રકાર મળશે, ગાયક મળશે - પણ જે માનવતાની ઉચ્ચ કક્ષા આપણે મેઘાણીમાં અનુભવગોચર કરી છે, જે દર્દ અને વેદનાના તીણા સૂરો મેઘાણીની વીણામાંથી ઊઠતા આપણે સાંભળ્યા છે, તે આપણા જીવનમાં અન્યત્ર લાધવાના છે જ નહિ. કેટલો શક્તિસંપન્ન આત્મા! - અને એમ છતાં કેટલી લાઘવતા! કેટલી અગાધ વિદ્વત્તા અને સાહિત્યસમૃદ્ધિ! - અને એમ છતાં આજીવન વિદ્યાર્થી! 'મને ગીતો આપો, ભજનો આપો' એવો સદાનો એ યાચક! કેટલી મોટી જીવનસાધના! - અને છતાં, 'હજુ તો મારે આ કરવું છે, તે કરવું છે, હજુ આ બાકી છે, તે જોવાનું છે' એમ કંઈ કંઈ કરવાના તેમને કોડ અને હજુ તો પાશેરામાં પહેલી પૂણી છે એવો ઊંડા દિલનો અસંતોષ! આવો માનવી, આવો નરપુંગવ આપણને હવે ક્યાં જોવા મળશે? મુંબઈ, ગુજરાત અને કાઠિયાવાડની એવી એક પણ વ્યાખ્યાનશાળા નહિ હોય કે જ્યાં મેઘાણી ગાજ્યા કે ગરજ્યા નહિ હોય. એ વ્યાખ્યાનશાળાઓ હવે કોણ ગજવશે અને વીર, શૃંગાર ને કરુણ રસનાં આંદોલનો હવે કોણ વહેતાં કરશે? જેમ જેમ વિચારીએ છીએ તેમ તેમ મેઘાણીની ખોટ પાર વિનાની દેખાય છે.

એટલું જ આશ્વાસન રહે છે કે મેઘાણી પણ કાળનો જ પરિપાક હતા. આપણે ત્યાં શરૂ થયેલા ઉત્થાનકાળના તેઓ એક સીમાસ્તંભ હતા. જે કાળે મેઘાણી પેદા કર્યા, જે રાષ્ટ્રવ્યાપી નવનિર્માણે મેઘાણીને આગળ ધર્યા, તે કાળ અને નવનિર્માણ અનંત શક્યતાઓથી ભરેલાં છે. તેમાંથી કાળાંતરે બીજા ગાંધી પણ પાકશે અને બીજા મેઘાણી પણ જરૂર ઊભા થશે.


--- પરમાનંદ કું. કાપડિયા
મેઘાણીભાઈ જેમ હજારોના તેમ મારા પણ વહાલસોયા ભાઈ હતા. એમની દાનાઈ, મનમીઠપ, રખાવટ, ખાનદાની અને વાત્સલ્ય, આ નુગરા સમયમાં, કેટલાં બધાં વિરલ છે!

લોકપ્રિયતા એમને વરી હતી તેટલી અર્વાચીન ગુજરાતના બીજા કોઈ સાહિત્યકારને વરી નથી. અને છતાં એ માન-મદિરાનો એમને કેફ ચડ્યો નહોતો. એમની વાણીમાં કે લેખનમાં આપવડાઈની ગંધ નહોતી કે પોતાની શહાદતનો ડીંડીમ નાદ નહોતો. અને શહાદત એમની ક્યાં ઓછી કે અલ્પમૂલ્ય હતી? બીજા કવિઓ જ્યાં કમળોની કુંજમાં ભૂલા પડ્યા હતા, ત્યારે તેમણે સ્મશાનને ઢંઢોળ્યાં ને કાલભૈરવને આરાધ્યો. નિરક્ષર, પ્રાકૃત જનતાના ગળામાં ડૂકી ગયેલી લોકવાણીને એણે સજીવન કરી; જૂનું લોકસાહિત્ય શોધ્યું, સંચ્યું, સંશોધ્યું ને તેને પોતાના મેઘગંભીર કંઠેથી હજારો ને હજારો આબાલવૃદ્ધોના હૈયામાં સીંચ્યું.

એમના વાગ્વૈભવે હજારોનાં હૃદયને ડોલાવ્યાં છે, હજારોને પ્રેર્યા છે, હજારોની આંખો આંસુભીની કરી છે ને હજારોની આંખનાં અશ્રુ લૂછ્યાં છે. એ વૈભવનું મૂલ્યાંકન આપણે એમના સમકાલીનો તો શી રીતે કરી શકીએ? સાચું મૂલ્યાંકન તો મહાકાલ કરશે.


--- મનસુખલાલ ઝવેરી
કાઠિયાવાડને ઓળખવામાં કુનેહ જોઈએ... કાઠિયાવાડમાં ઇતિહાસ પડ્યો છે, નૂર પડ્યું છે. પ્રજા ભોળી છે. શહેરનો પવન ત્યાં ઘૂસ્યો છે છતાંય આ અજ્ઞાન પ્રજામાં કળા, સૌંદર્ય, વગેરે ઘણું ભર્યું છે. રાજકીયતામાં પણ તેઓ બહુ કુશળ છે. એ સાહિત્યની શોધખોળ પાછળ મેઘાણી ગાંડા હતા... જ્યારે આવું ડહોળાયેલું વાતાવરણ હોય ત્યારે મેઘાણી જેવા સાહિત્યવીરો જો એ પ્રદેશોમાં હોય, તો આખું વાતાવરણ પલવારમાં પલટાવી નાખે. એ તો જેમ કૃષ્ણની બંસરીની સેવા અદ્‌ભુત છે અને કૃષ્ણ કરતાં એ બંસરીના નાદે ગાયોનું ધણ કે ગોપીઓનું ટોળું કૃષ્ણની પાછળ જ હોય, તેમ સાહિત્યની બાબતમાં છે. પરંતુ કમભાગ્યે આવા સાહિત્યકારની કિંમત અંકાતી જ નથી. આપણે તેમને સમજી જ નથી શકતા. પરિણામે તેઓની ઝંખના હોય છે તે અધૂરી જ રહી જાય છે, અને અકાળે આ દુનિયામાંથી અલોપ થઈ જાય છે.


--- મહાત્મા ગાંધી
એ ધીર, અથાક સંશોધક ન હોત તો કાઠિયાવાડ-ગુજરાતના લોકસાહિત્યનો અઢળક વારસો કદાચ સદાનો જ લુપ્ત થયો હોત. તેને એમ નાશ પામતો અટકાવનાર પુરુષ સાહિત્યકારના જ નહીં, સંસ્કૃતિકારના બિરુદનો પણ હકદાર છે.


--- વિજયરાય ક. વૈદ્ય
અલબત્ત મેઘાણી દુરાચારી સાધુજમાત વિરુદ્ધ 'અમે' જેવું કાવ્ય રચીને અટકી નથી જતા. તે વિનાશક ધર્મસંસ્થાના વિકલ્પ સમા વ્યાપક માનવધર્મ માટે કાર્યરત રહેલા મૂઠી ઊંચેરા માણસો વિશે પણ લખે છે. અનેક દેશભક્તો ઉપરાંત રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, ઍની બેસન્ટ જેવાં જાગૃતજનોનાં ચરિત્રો તેમણે લખ્યાં છે. એમાં શિરમોર છે માનવતાવાદી સંતત્વનો આદર્શ પૂરો પાડતા મૂકસેવક પરનું પુસ્તક 'માણસાઈના દીવા'. પોતાના નામ પહેલા એક પણ શ્રી મૂક્યા વિના આખી જિંદગી અડવાણે પગે ચાલીને લોકો માટે ઘસાઈને ઊજળા થનારા રવિશંકર અનન્ય છે. એમના જેવા પારકી છઠ્ઠીના જાગતલ માણસો 'અમે'માં વર્ણવેલા વાસનાઓના ખપ્પરમાં હોમાઈ જતા અટકવાનો રસ્તો બતાવશે.


--- સંજય શ્રીપાદ ભાવે
ગુજરાત માટે, મેઘાણીનો લેખનકાળ વિસ્મૃતિનો સમય હતો. આપણે ભય અને લોભ, બંને કારણે આપણા પ્રજાસંઘ લેખેના ગૌરવને, આપણા સંઘર્ષના ઇતિહાસને ભૂલી જવા પ્રેરાયા હતા. આપણી આજની તાકીદની સ્થિતિ એ છે કે મેઘાણીના લેખનકાળમાં જે પરિબળોને ગાંધીએ પડકાર્યાં હતાં એ પરિબળો આજે જેર નથી થયાં, બલ્કે ઘણાં વધારે શક્તિશાળી થઈ, ઠેરઠેર, વિવિધ જીવનક્ષેત્રે, સત્તાસ્થળે પહોંચ્યાં છે. મેઘાણીની સમગ્ર સર્જકતા જે માટે સતત મથે છે તે આ બેવડી વિસ્મૃતિ સામે મુકાતી, લોભને અને ભયને પડકારતી, સંઘગૌરવની, વ્યક્તિગૌરવની અખંડ સ્મૃતિરૂપી ઇતિહાસભાન. એટલે જ મેઘાણી, સાચા મેઘાણી આજે પૂરા રેલેવંટ [પ્રસ્તુત] છે.

આત્મઘાતક વિસ્મૃતિના આપણા આ યુગમાં, મેઘાણીને, સાચા મેઘાણીને ભૂલવી દેવા માટેના તમાશા ધન અને સત્તાના અધિપતિઓ ચાલાકીપૂર્વક યોજ્યા કરે છે ત્યારે આપણે આંતરખોજનો ઉત્સવ ઊજવીએ; પ્રજાસંઘને નિમાણો કરવાના ધન-સત્તા-પતિઓના કારસાઓ સામા ગાંધી અને ગાંધીના સાથી લડવૈયા સમા મેઘાણી અને અન્ય સર્જકો કેવા ઝૂઝતા હતા એ સમજવા મથીએ.


--- સિતાંશુ યશશ્ચંદ્ર
 JHAVERCHAND MEGHANI - Reader's Comments

પ્રતિભાવો 2020-08-27 --- Dushyant Dalal
The Rasdhar ni Vartao were fascinated reading. What scholarly efforts must have been put in to pen such interesting stories.

I wish all the celebrations on his 124th birth anniversary are a true tribute to Shri Jhaverchand Meghani.


2020-08-26 --- Ashish Desai
Absolutely amazing website. Full of information. Loved it. I wish him happy 124th birthday! (Couple of days in advance)


2020-08-24 --- Ashok Meghani
Nitinbhai, sorry for the delay in this response. Please go to પ્રતિભાવ જણાવો and re-post your query making sure you provide your email address in the second box. I will email an English translation by the poet's late son Vinod Meghani. Your email address will not be displayed here. Thanks. Ashok

2020-05-10 --- Nitin Lakhani
Please can you inform me where I can obtain English translation of Zaverchands "Kasumbi No Rang?"

2020-03-21 --- RAJPUT INDRAJITSINH N.
so power of india meganiji is great and beast and i like shivaji nu halardu and ets of all if beast so useful in all world great and no option is other meghaniji all books is easeyli on market and media. i like meghani

2019-08-28 --- Patel harshad
123 મી જન્મજયંતિએ લાખ લાખ વંદન

2019-07-15 --- Shilpa Das
I have been a big admirer of Zaverchand Meghani and his vast corpus of literature since my school days in Ahmedabad since I had chosen Gujarati as a subject. The way he brings Saurashtra to life is simply astounding.

Thank you for this website and sharing with us.


2019-02-18 --- Anil
http://www.meghani.com/index.php?content=newcomment

2019-02-14 --- Sahil
Nice

2018-11-12 --- manish shah
very informative site about meghani

2018-10-11 --- Susmit vora
I would like to visit your book shop in bhavnagar.pl.send your address.tks.shvora

2018-08-13 --- Prafulkumar Rajatiya
ખૂબજ સરસ

મેઘાણીજી વિશેની માહિતી તથા તેની કૃતિઓ ની માહિતી એને આપણાં વચ્ચે જીવિત રાખશે. તદુપરાંત એના અવાજ ની મુકેલી ઓડીઓ ક્લિપ આજની પેઢીને મેઘાણીજી ને ઓળખવા માં ખૂબ જ મદદ કરશે કે ભારત માં એક એવા પણ સાહીત્યકાર થઈ ગયા છે જેને ગામડે ગામડે ફરી ને સંસ્કૃતિ તથા ઇતિહાસ ને જીવિત રાખ્યો છે.

આપની આ મહેનત ને પ્રણામ


2018-06-28 --- urmi
khub j saras mahitichhe

2018-01-20 --- P.Vasu
Very informative site.
You could consider publicizing in this ste the translations available of his works


2017-08-31 --- Sagar zankat
Saro

2017-08-13 --- Dhiraj mali
I like


2017-07-06 --- Avi patel
Jhaverchand Meghani

2017-07-05 --- Chintan
Extremely telanted & legand he is the proud of Gujarat


2017-04-21 --- Arti
Pranam,

Great Tribute to the legend. It would add to the glory if you create an option of buying the books from this website. Please also consider creating an ebook or a kindle version of the same.

Thank You


2017-02-18 --- chetanbhai arjunbhai bhoye
very good collection
thanks your work.


2017-02-15 --- vaghela umeshbhai dungarshibha
ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સૌ પ્રથમ સંશોધક અને સંપાદક તરીકે કોણ જાણીતું છે. (A)-PITAMBAR PATEL (B)-KISHANSIH CHAVDA (C)JAVERCHAND MEGHANI (D)JORAVARSINH JADAV
આમાં કયો જવાબ આવે
મો-૮૧૫૪૮૫૮૭૩૧


2017-01-29 --- parbat bharvad.
zhaverchand meghani mahan hata temnu saahity vaachta vaachta teo sumksh ubha rahi ne kaheta hoy tevu lage che.....jay nav nath.. jay sorthi sunto ..jay girnar.......

2016-12-20 --- ભૉવર આશિષકુમાર
આપની આ માહિતી આપતી website માટે આપનો ખુબ આભારવશ છું. ઝવેરચંદ મેઘાણી ના
અવાજમાં તેમના ગાયેલાં ગીતૉ નો સગર્હ એ ખુબ જ સરસ છે. ..


2016-11-08 --- kiran
Best...

2016-09-22 --- Parmar ajendrasinh
Jay hind jay bharat

Mara taraf thi "rastiy sayar ne salut"


2016-08-30 --- Tarun Mehta
Oops! I just realized you already have a vehivle for personal notes! Again, great job Ashokbhai.

2016-08-30 --- Tarun Mehta
After a memorable evening of Meghani-120 program @ TV Asia last Sunday, I learned about Meghani.com website ... Superb job Ashok Bhai .. I suggest you add a section where folks who were touched directly or tangentially by this great soul (Navin Mehta & Rahul Shukla for example) can add their personal Notes.

2014-07-11 --- Rajesh Bhagat
Great web site. Wish you had more recordings in his voice. Gujarati Sahityano Amulya Vaarso.

2014-02-21 --- Yash
Very nice web site

2014-02-03 --- નાનકભાઈ મેઘાણી / પિનાકી મેઘાણી
આતુરતાથી રાહ જોઈએ છીએ.

2014-01-24 --- sanya
my favorite song is mor bani thangat kare