Display a poem from databas4e 

કોઈનો લાડકવાયો


(1930, 'યુગવંદના'માંથી)

ઝવેરચંદ મેઘાણી


રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે :
    ઘાયલ મરતાં મરતાં રે
    માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,
    મુખથી ખમા ખમા કરતી
    માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પીછાને :
    નિજ ગૌરવ કેરે ગાને
    જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો :
    અણપૂછ્યો અણપ્રીછેલો
    કોઈનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના’વી,
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઈ બહેની લાવી :
    કોઈના લાડકવાયાની
    ન કોઈએ ખબરે પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સનમુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી :
    કોઈના લાડકવાયાની
    આંખડી અમૃત નીતરતી.

કોઈના એ લાડકવાયાના લોચન લાલ બિડાયાં,
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં :
    આતમ-દીપક ઓલાયા,
    ઓષ્ઠનાં ગુલાબ કરમાયાં.

કોઈના એ લાડકડા પાસે હળવે પગે સંચરજો,
હળવે એના હૈયા ઉપર કર-જોડામણ કરજો :
    પાસે ધૂપસળી ધરજો,
    કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ઠ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે :
    સહુ માતા ને ભગિની રે!
    ગોદ લેજો ધીરે ધીરે!

વાંકડિયાં એ જુલ્ફાની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા :
    રે! તમ ચુંબન ચોડાતાં
    પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,
    ઉરની એકાંતે રડતી
    વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરંતા,
એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતા :
    વસમાં વળમણાં દેતા,
    બાથ ભીડી બે પળ લેતા.

એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રુધિર-છલકતી ગજ ગજ પહોળી છાતી,
    અધબીડ્યાં બારણિયાંથી
    રડી કો હશે આંખ રાતી.

એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે :
    કોઈના લાડકવાયાને
    ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી :
    લખજો : ’ખાક પડી આંહીં
    કોઈના લાડકવાયાની.’


નોંધ:
”સાબરમતી જેલમાં અબ્બાસ સાહેબની વિદાયની સાંજરે સ્નેહ-સંમેલનમાં શ્રી દેવદાસ ગાંધીએ જૂની Royal Readerમાંથી Marie La Coste નામની કોઈ અજાણ બાઈનું રચેલું કાવ્ય ’Somebody’s Darling’ વાંચી સંભળાવેલું, તેણે પેદા કરેલા મંથનનું પરિણામ. મારી આંખોનાં ખીલ ઠોકાવેલાં તે દિવસે જ લગભગ આંધળા આંધળા લખેલું મારું ઘણું જ લાડકવાયું ગીત. મારા કંઠના મુકરર સૂરોમાંથી જ ઉદ્‌ભવેલું અને એ જ સૂરો વડે સતત સીંચાયેલું, તેને જ્યારે હું કાલીંગડા અને મરાઠી સાખીના મૂળ સૂરને બદલે ભૈરવીમાં ગવાયેલું સાંભળું છું ત્યારે મારું પ્રિય સંતાન રિબાતું હોવાની વેદના મને થાય છે.” — કવિ

Marie Ravenel de La Coste was a teacher in Savannah,Georgia during the American Civil War. After the death of her unnamed fiancée, a captain in the Confederate Army, apparently in 1862, the young French teacher became a nurse and visitor at local hospitals for wounded Confederate soldiers. Her poem, which is sung at historical events today, is a distinctive memorial to those soldiers. JHAVERCHAND MEGHANI - Reader's Comments

પ્રતિભાવો 2019-08-28 --- Patel harshad
123 મી જન્મજયંતિએ લાખ લાખ વંદન

2019-07-15 --- Shilpa Das
I have been a big admirer of Zaverchand Meghani and his vast corpus of literature since my school days in Ahmedabad since I had chosen Gujarati as a subject. The way he brings Saurashtra to life is simply astounding.

Thank you for this website and sharing with us.


2019-02-18 --- Anil
http://www.meghani.com/index.php?content=newcomment

2019-02-14 --- Sahil
Nice

2018-11-12 --- manish shah
very informative site about meghani

2018-10-11 --- Susmit vora
I would like to visit your book shop in bhavnagar.pl.send your address.tks.shvora

2018-08-13 --- Prafulkumar Rajatiya
ખૂબજ સરસ

મેઘાણીજી વિશેની માહિતી તથા તેની કૃતિઓ ની માહિતી એને આપણાં વચ્ચે જીવિત રાખશે. તદુપરાંત એના અવાજ ની મુકેલી ઓડીઓ ક્લિપ આજની પેઢીને મેઘાણીજી ને ઓળખવા માં ખૂબ જ મદદ કરશે કે ભારત માં એક એવા પણ સાહીત્યકાર થઈ ગયા છે જેને ગામડે ગામડે ફરી ને સંસ્કૃતિ તથા ઇતિહાસ ને જીવિત રાખ્યો છે.

આપની આ મહેનત ને પ્રણામ


2018-06-28 --- urmi
khub j saras mahitichhe

2018-01-20 --- P.Vasu
Very informative site.
You could consider publicizing in this ste the translations available of his works


2017-08-31 --- Sagar zankat
Saro

2017-08-13 --- Dhiraj mali
I like


2017-07-06 --- Avi patel
Jhaverchand Meghani

2017-07-05 --- Chintan
Extremely telanted & legand he is the proud of Gujarat


2017-04-21 --- Arti
Pranam,

Great Tribute to the legend. It would add to the glory if you create an option of buying the books from this website. Please also consider creating an ebook or a kindle version of the same.

Thank You


2017-02-18 --- chetanbhai arjunbhai bhoye
very good collection
thanks your work.


2017-02-15 --- vaghela umeshbhai dungarshibha
ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સૌ પ્રથમ સંશોધક અને સંપાદક તરીકે કોણ જાણીતું છે. (A)-PITAMBAR PATEL (B)-KISHANSIH CHAVDA (C)JAVERCHAND MEGHANI (D)JORAVARSINH JADAV
આમાં કયો જવાબ આવે
મો-૮૧૫૪૮૫૮૭૩૧


2017-01-29 --- parbat bharvad.
zhaverchand meghani mahan hata temnu saahity vaachta vaachta teo sumksh ubha rahi ne kaheta hoy tevu lage che.....jay nav nath.. jay sorthi sunto ..jay girnar.......

2016-12-20 --- ભૉવર આશિષકુમાર
આપની આ માહિતી આપતી website માટે આપનો ખુબ આભારવશ છું. ઝવેરચંદ મેઘાણી ના
અવાજમાં તેમના ગાયેલાં ગીતૉ નો સગર્હ એ ખુબ જ સરસ છે. ..


2016-11-08 --- kiran
Best...

2016-09-22 --- Parmar ajendrasinh
Jay hind jay bharat

Mara taraf thi "rastiy sayar ne salut"


2016-08-30 --- Tarun Mehta
Oops! I just realized you already have a vehivle for personal notes! Again, great job Ashokbhai.

2016-08-30 --- Tarun Mehta
After a memorable evening of Meghani-120 program @ TV Asia last Sunday, I learned about Meghani.com website ... Superb job Ashok Bhai .. I suggest you add a section where folks who were touched directly or tangentially by this great soul (Navin Mehta & Rahul Shukla for example) can add their personal Notes.

2014-07-11 --- Rajesh Bhagat
Great web site. Wish you had more recordings in his voice. Gujarati Sahityano Amulya Vaarso.

2014-02-21 --- Yash
Very nice web site

2014-02-03 --- નાનકભાઈ મેઘાણી / પિનાકી મેઘાણી
આતુરતાથી રાહ જોઈએ છીએ.

2014-01-24 --- sanya
my favorite song is mor bani thangat kare